Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ભેદી વિસ્ફોટ : ચીન-ઉ.કોરીયાની સરહદે આંચકા

 બેજીંગઃ ચીનના પ્રમુખ જીનપિંગની પ્યોંગયોંગની આગામી મુલાકાતના સમાચાર પ્રસારિત થયાના એક કલાક કરતાં પણ ઓછા સમય પછી ચીન-ઉત્ત્।ર કોરિયાની સરહદે થયેલા ભેદી ધડાકાના કારણે આજે ભૂકંપ સર્જાયો હતો, એમ ચીની સીસ્સમોલોજી સત્ત્।Iવાળાઓએ કહ્યું હતું. ચાઇના અર્થકવેક નેટવર્ક સેન્ટર અનુસાર, ઝીરો ઉંડાઇ ,સાથે ૧.૩ની તીવ્રતાનો ભૂંકપ રાત્રે ૭:૩૮ મિનિટે જીલીન પ્રાંતના હુનચુન શહેરમાં અનુભવાયો હતો.

કયા કારણોસર ભૂકંપ સર્જાયો હતો તેના કારણો શોધવા પ્રયાસો શરૂ કરાયા હતા. ભૂતકાળમાં પ્યોંગયોંગ દ્વારા કરાયેલા પરમાણું પરિક્ષણના કારણે ઉત્ત્।ર કોરિયાને જોડતી ચીનની સરહદે ભૂકંપ સર્જાયો હતો. પરંતુ આજનો વિસ્ફોટ માઉન્ટ મેનટેપ હેઠળ ઉત્ત્।ર કોરિયાના પરમાણું સેન્ટરથી ૨૦૦ કિમી દૂર સર્જાયો હતો.નિષ્ણાતોએ જો કે આ દ્યટનાને હળવી ગણી કહ્યું હતું કે આના માટે અનેક પરિબળો જવાબદાર હોઇ શકે છે. 'ગભરાવવાની જરૂર નથી, આનંદ માણો. ખીણ ખોદકામ દરમિયાન કરવામાં આવતા ધડાકાથી પણ નાના ભૂકંપ સર્જાય છે'એમ માસાસ્યુસેટ્સ ઇન્સટીટયુટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર વિપિન નારંગે ટ્વિટ કરીને લખ્યું હતું.દક્ષિણ કોરિયાના મેટિરિઓલોજીકલ વહીવટી તંત્રના એક અધિકારીએ કહ્યું હતું કે સીસ્મીક મોજાઓથી જાણી શકાય એવું કંઇ જ બન્યું નહતું. સપ્ટેમ્બર, ૨૦૧૭માં ઉત્ત્।ર કોરિયાના પરમાણું કેન્દ્ર પુનગગ્-રિ ખાતે કરાયેલા પરમાણું પરિક્ષણના કારણે ચીનની ઉત્ત્।રી સરહદે ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ સર્જાયો હતો.

 

(11:45 am IST)