Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ગળાની બળતરાને આ ઉપાયોથી કરો દુર

માનવામાં આવે છે કે પેટમાં અનૈસર્ગિક એસીડની કમીને કારણે આ તકલીફ થાય છે. જ્યારે તમને આવી સમસ્યા થાય ત્યારે તમે તરત જ ડૉકટર પાસે ચાલ્યા જાઓ છો. જોકે, આનો ઈલાજ તમારા રસોઈઘરમાં જ છે. એવા ઘરેલું નુસ્ખાઓ જેનાથી તમે ઉપચાર કરી શકો છો.

. ૧ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર, અજમાના દાણા અને સ્વાદાનુસાર મરીનો ભૂકો નાખીને પીવાથી ગળાના દુખાવામાં આરામ મળે છે.

. તુલસીના પાનને ઉકાળીને પછી ઠંડુ થવા દેવું. હવે આ મિકસચરથી માઉથવોશની જેમ દિવસમાં ત્રણથી ચાર વાર કોગળા કરવા.

. આદુનો રસ અને મધ મેળવીને આનું સેવન કરવું.

. ફ્રેશ વરીયાળી ચાવવાથી પણ ગળાની બળતરા દુર થાય છે.

. ગળાની બળતરા દુર કરવા  લવિંગને મોઢામાં રાખી ધીરે-ધીરે ચાવવી. લવિંગ એન્ટીબેકટેરિયલ ગુણોથી ભરપૂર છે. આ ગળાની બળતરા અને સોજાને દુર કરે છે.

(10:00 am IST)