Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

પોર્સેલિન જેવી કડક થવા લાગી છે આ યુવતીની સ્કિન

ન્યુયોર્ક તા. ૧૮ : અમેરિકાના ન્યુ યોર્કમાં રહેતી ૨૭ વર્ષની શર્લી એલ્વરેઝ નામની યુવતીને વિચિત્ર રોગ થયો છે. જેને કારણે તેની ત્વચા કડક થવા લાગી છે. સિસ્ટમિક  સ્કલેરોડર્મા નામની ભાગ્યે જ થતી આ કન્ડિશન ખૂબ વકરી રહી છે અને શરીરની ત્વચા પર ટકોરા મારો તો પાર્સેલિનના વાસણો જેવા અવાજ આવે છે. ત્વચા બહારથી એટલી જ સુંદર છે, પરંતુ એના આવરણો ખૂબ કડક થઇ ગયા છે. ત્વચા અને ઉપરના ટિશ્યુઝ કડક થઇ ગયા હોવાથી શર્લીબહેન આ રોગને કારણે હવે હાલીચાલી પણ નથી શકતા. કડક ટિશ્યુઝને  કારણે તેના ચહેરા પર પણ કોઇ હાવભાવ  નથી જણાતા.

(3:28 pm IST)