Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

બિકિનીવાળો ફોટો જોઇને સ્કુલ ટીચરને કાઢી મુકતા વિરોધ માટે હજારો ટીચર્સે બિકિની-કેમ્પેન શરૂ કર્યું

મોસ્કો તા.૧૮ : રશિયામાં વિકટોરીયા નામની ૨૬ વર્ષની એક પ્રાઇવેટ સ્કુલની ટીચરે વેકેશન દરમિયાન કેટલીકે હોટ તસ્વીરો ખેચાવી હતી. તેનો વિચાર મોડલિંગ કરવાનો હોવાથી આ તસ્વીરો એક એજન્સીને મોકલાવી હતી. થયુ એવુ કે એજન્સીએ વિકટોરીયાની બિકિનીવાળી તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર મુકી દીધી. જ્યારે આ તસ્વીરો એ સ્કુલના વિદ્યાથીઓના પેરેન્ટસને જોઇ તો તેમણે વિરોધ કર્યો. સ્કુલના આકરા પગલા લઇને વિકટોરીયા મેડમને જોબમાંથી કાઢી મુકવામાં આવ્યા. વાત ત્યાં  અટકી નહી. વિકટરોીયાના પડખે ટીચર્સ એસોસિએશનની હજારો મહિલાઓએ યુનિયન બનાવ્યુ અને બિકિની-કેમ્પેન શરૂ કર્યુ . અત્યાર સુધીમાં રશિયાની ત્રણ હજાર થી વધુ ટીચર્સ શોર્ટસ અને બિકિની તસ્વીરો  પડાવીને સોશ્યલ મીડીયા પર મુકી દીધી છે અને હજીયે એ સિલસિલો ચાલુ જ છે. મોટા ભાગની ટીચર્સનુ કહેવુ છે કે ટીચર્સ પણ માણસ જ છે.

(1:57 pm IST)