Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ત્રણ રેસલર અને સિંહ વચ્ચે જો રસ્સીખેંચ થાય તો કોણ જીતે ?

હિન્દી કે સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં હોરો એકલા હાથે સિંહ અને વાઘને ચીત કરી દે છે, પરંતુ હકીકતમાં શું એવુ શકય છે? અમેરિકાના ટેકસસ , રાજ્યના  એક ઝુ મા થોડાક દિવસ પહેલા હેક સીહની ભિંડત ત્રણ રેસલરો સાથે ગોઠવવામમાં આવી હતી. અલબત્ત, આ હાથોહાથની લડાઇ નહોતી , પરંતુ રસ્સીખેચની હતી. આ ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયા પર વાઇરલ થયો છે. ઝુના  અધિકારીઓએ ત્રણ વર્ષના સિંહ સાથે ત્રણ રેસસરો વચ્ચે રસ્સીખેંચ કરાવી . સિંહ પાંજરાની અંદર બંધ હતો અને રેસલરો પાંજરાની બહાર  . સિંહના મોમા રસ્સીનો એક છેડો હતો અને બીજા છેડે આ ત્રણ પહેલવાનો હતા. ખાસ્સી વાર સુધી રસ્સી ખેચ્યા પછીય સિંહ ટસનો મસ ન થયો હતો. આખરે પહેલવાનોએ થાકીને હાર માની લીધી  સેન એન્ટોનિયો ઝુના અધિકારીઓએ આ વિડીયો  ફેસબુક પર શેર કર્યો છે.(૧૭.૭)

(1:57 pm IST)