Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

દારૂ પીવાનું ઓછું કરવા કરતાં સાવ છોડી દેવાનું વધુ સહેલું છે

નવી દિલ્હી, તા.૧૮: જો તમે વધુ પડતો દારૂ પીવાની લત્તથી કંટાળ્યા છો અને એને કન્ટ્રોલ કરીને કયારેક જ અથવા તો એક જ પેગ પીવાનો કન્ટ્રોલ કેળવવા માગતા હો તો એવું ન કરો. કહેવાનો મતલબ છે કે માત્ર કન્ટ્રોલ કરવાની કોશિશ કરશો તો બહુ આકરું લાગશે, પણ જો સાવ છોડી દેવાનું નકકી કરશો તો એ કન્ટ્રોલ કરવા કરતાં થોડુંક સહેલું બની જશે. બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે કે તમે જયારે એક કે બે જ પેગ પીવાનો એવું નકકી કરીને દારૂ પીવા બેસો છો ત્યારે એવો કન્ટ્રોલ રહે એવું જરૂરી નથી. એક પેગ પીધા પછી વધુ દારૂ ન પીવા મળે ત્યારે જે તકલીફ અને માનસિક ઉત્પાત અનુભવાય છે એ દારૂ સદંતર બંધ કરતી વખતે અનુભવાતા ઉચાટ કરતાં ઘણો જ વધારે હોય છે. એટલે તમારાથી વધુ દારૂ પીવાઇ જાય એવી શકયતાઓ વધારે રહે છે. સ્વીડનની યુનિવર્સિટી ઓફ ગુથેનબર્ગના રિસર્ચરોનું કહેવું છે કે તમે દારૂ જ નથી પીવો એવું નકકી કરશો તો ઓછી તકલીફ સાથે આલ્કોહોલને અવોઇડ કરી શકશો.

(1:56 pm IST)