Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

શંખ વગાડવાથી શરીરને મળે છે આ લાભ

બધા મંદિરોમાં પૂજા-પાઠ કરતી વખતે શંખ વગાડવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી. તેને વગાડવાથી જીવાણુઓનો નાશ થાય છે અને શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. તો જાણી લો કઈ-કઈ સમસ્યાઓમાં શંખ વગાડવો ફાયદાકારક છે.

શંખ વગાડવાથી ચહેરા, શ્વસન પ્રણાલી, શ્રવણ તંત્ર અને ફેફસાની કસરત થાય છે. તેથી જેને શ્વાસ સંબંધી મુશ્કેલીઓ છે તેને શંખ વગાડવાથી સમસ્યા દૂર થઈ જાય છે.

શંખમાં કેલ્શિયમ, ગંધક અને ફોસ્ફરસ વધુ માત્રામાં હોય છે. આ તત્વ હાડકા મજબૂત કરવા માટે ખૂબ જ જરૂરી છે. તેથી શંખમાં રાખેલ પાણીનું સેવન કરવુ જોઈએ.

શંખનો અવાજ હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સાંભળવાથી હાર્ટ-એટેકની સંભાવના ઓછી રહે છે.

ત્વચાની સમસ્યા જેવી કે એલર્જી, સફેદ ડાઘ માટે  શંખનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે શંખમાં પાણી ભરીને રાખી દો અને સવારે તે પાણીથી ત્વચા ઉપર મસાજ કરો.

(9:14 am IST)