Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

૧૦ કલાકથી વધુ ઉંઘ તમારા હૃદય માટે જોખમી

જો તમે એવુ વિચારો છો કે ઓછી ઉંઘથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડે છે તો આ વાત ખોટી છે. દરરોજ ૧૦ કલાકથી વધુ તમારા મેટાબોલિક સિન્ડ્રોમ ઉપર અસર કરે છે.

જેનાથી હૃદયના રોગો થવાની શકયતા વધે છે. દરરોજ ૧૦ કલાકથી વધુ સમય સૂતા લોકોની કમર પર અસર થાય છે. ઉંચા ટ્રાઈગ્લિસરાઈડના સ્તરને મેટાબોલિક સિન્ડ્રોમના રૂપે ઓળખવામાં આવે છે અને આ હૃદય સંબંધી બીમારીઓના જોખમ સાથે સંકળાયેલ હોય છે.

પુરૂષો અને મહિલાઓ બંનેમાં વધુ સમય સૂવાથી ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર વધી જાય છે. મહિલાઓમાં તેના કારણે કમર અને મોટાપો વધી જાય છે.  સાથે જ રકત શર્કરા અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી જાય છે.

શોધકર્તાઓનું કહેવુ છે કે, તેના વિરૂધ્ધ, છ કલાકથી ઓછી ઉંઘ પુરૂષોમાં ઉપાપચયી સિન્ડ્રોમના વધુ જોખમ સાથે સંકળાયેલ છે. તેમજ પુરૂષો અને મહિલાઓમાં કમર સાથે સંકળાયેલ છે.

દક્ષીણ કોરિયામાં સિયોલ નેશનલ યુનિવર્સીટી કોલેજ ઓફ મેડિસિનના મુખ્ય લેખક કલેયર ઈ કિમે જણાવ્યું કે, 'આ સૌથી મોટો અભ્યાસ છે, જે પુરૂષો અને મહિલાઓ માટે અલગ-અલગ ઘટકો વચ્ચે સૂવાનો સમય અને ઉપાપચયી સિન્ડ્રોમ અને ખોરાકની પ્રતિક્રિયાની તપાસ કરે છે.'

(9:14 am IST)