Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

યોગને જીવનમાં સ્થાન આપોઃમેળવો શારીરિક-માનસિક લાભ

૨૧ જૂનના રોજ આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. તે અંતર્ગત ઠેર-ઠેર યોગના કાર્યક્રમો યોજવામાં આવશે. યોગ માણસને શારિરીક અને માનસિક શાંતિ અર્પે છે. તેથી બધા લોકોએ પોતાના જીવનમાં યોગને સ્થાન આપવુ જોઈએ. અને તેના યોગ વિશેની સંપૂર્ણ માહિતી હોવી પણ જરૂરી છે. તો જાણી લો યોગના પ્રકાર.

યોગના પ્રકાર ભકિત યોગ

ભકિત યોગ ભકિતના માર્ગનું વર્ણન કરે છે. બધી સૃષ્ટિમાં પરમાત્માને જોઈ, ભકિત યોગ ભાવનાને નિયંત્રિત કરવા માટે એક સકારાત્મક રીત છે. ભકિતનો માર્ગ આપણા બધા માટે સ્વીકાર્યતા અને સહિષ્ણુતા પેદા કરવાનો અવસર પ્રદાન કરે છે.

કર્મ યોગ

કર્મ યોગ અથવા સેવાનો માર્ગ છે અને આપણામાંથી કોઈ આ માર્ગથી બચી શકતા નથી. કર્મ યોગનો સિધ્ધાંત એ છે કે આજે આપણે જે અનુભવ કરેએ છીએ તે આપણા કાર્યો દ્વારા અતીતમાં બનાવવામાં આવ્યો છે. (એટલે કે આજે આપણે જે કંઈ ભોગવીએ છીએ તે આપણા ભૂતકાળના કરેલા કર્મોનું ફળ છે.)

રાજ યોગ

યોગનો અર્થ છે શાહી. યોગની આ શાખાનો સૌથી વધુ મહત્વપૂર્ણ અંગ છે ધ્યાન. રાજ યોગ આત્મવિવેક અને ધ્યાન કરવા માટે તૈયાર વ્યકિતઓને પોતાની તરફફ આકર્ષિત કરે છે. આસન રાજયોગનું સૌથી પ્રસિધ્ધ અંગ છે. એટલુ જ નહિં મોટા ભાગના લોકો માટે યોગનો અર્થ જ આસન છે. પરંતુ, આસન એક પ્રકારનો યોગનો એક ભાગ છે. યોગ આસન અભ્યાસથી ઘણુ વધારે છે.

જ્ઞાન યોગ

ભકિતને મનમાં યોગ માને છે, તો જ્ઞાન યોગ  બુદ્ધિનો યોગ છે. ઋષિ અથવા વિદ્વાનનો માર્ગ છે. આ માર્ગ પર ચાલવા માટે યોગ ગ્રંથો અને ગ્રંથોના અધ્યયનના માધ્યમથી બુદ્ધિના વિકાસની આવશ્યકતા હોય છે.

(9:12 am IST)