Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

યુરોપિયન દેશ પીડાઈ રહ્યો છે આ નવા રોગચાળાથી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આપી આ ચેતવણી

નવી દિલ્હી: યુરોપના દેશો અત્યારે Monkeypox નામના નવા રોગથી પીડાઈ રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ રોગચાળા અંગે સાવધાન રહેવા ચેતવણી આપી છે. મન્કીપોક્સ એ આફ્રિકાના કેટલાક દેશોમાંથી ફેલાયેલો વાઈરસ છે. ગાઢ જંગલમાં રહેતા કેટલાક સજીવોમાંથી આ વાઈરસ મનુષ્યમાં આવ્યો છે. મનુષ્યમાં ક્લોઝ કોન્ટેક દ્વારા આ વાઈરસ ફેલાય છે. ફેલાવા માટે મોટે ભાગે જાતીય સંબંધો કારણભૂત સાબિત થાય છે. માટે યુરોપમાં લોકોને સેક્સ વખતે પણ સાવધાન રહેવાની સલાહ અપાઈ છે. આ રોગમાં શરીર પર શીતળાની માફક જ ચાંઠા નીકળે છે. આખુ શરીર કદરૂપુ થવા માંડે છે. આ વાઈરસની પ્રથમવાર જાણકારી 1958માં મળી હતી. પરંતુ 1970માં મનુષ્યમાં આ વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. સદભાગ્યે આ રોગચાળો જીવલેણ નથી, પરંતુ ફેલાવાનું ચાલુ રહે તો ઘાતક સાબિત થઈ શકે છે. વળી આ વાઈરલ ફીવરની કોઈ ચોક્કસ દવા નથી. આ વાઈરસના લક્ષણો શીતળા (સ્મોલપોક્સ)ને મળતા આવે છે. માટે શીતળાની સારવાર જ અત્યારે આ રોગમાં કરવામાં આવે છે. 1970માં આ રોગનો પ્રથમ કિસ્સો નોંધાયો હતો. હવે એ ફરીથી યુરોપના દેશોમાં ફેલાઈ રહ્યો છે.

 

(7:00 pm IST)