Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

બીજિંગમાં લોકોને માસ્ક પહેરવામાંથી મળ્યો છુટકારો

નવી દિલ્હી: કોરોનાના કારણે ચીન વિશ્વમાં સૌથી વધુ બદનામ થઇ ગયું છે પરંતુ આ વાઈરસમાંથી છૂટકારો મેળવવાનો શ્રેય પણ ચીનને જાય છે અને અહીં હવે વાઈરસના કેસ ખાસ કરીને પાટનગર બીજીંગમાં નોંધાતા નથી. અગાઉ પણ બીજીંગ સૌથી ઓછા કેસ નોંધાયા હતા તેમ છતાં માસ્ક સહિતની ગાઈડલાઈન અમલમાં મૂકાઈ હતી હવે બીજીંગ સેન્ટર ફોર ડીસીઝ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ દ્વારા લોકોને નવી ગાઈડલાઈન આપવામાં આવી છે અને તેમાં માસ્ક વગર પણ તેઓ નીકળી શકે છે. અને બહાર માસ્ક જરુરી નથી તેવું પણ જણાવ્યું છે. આમ કોરોનામાં માસ્ક દૂર કરનાર તે વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.

(6:10 pm IST)