Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

યુરોપના પર્યટકો માટે આવી શકે છે સારા સમાચાર:3જૂનથી ખુલી શકે છે ઇટલી

નવી દિલ્હી: જયાં પ્રારંભમાં કોરોના સંક્રમણ અને તેનાથી મૃત્યુના કેસ વધ્યા હતા તેમજ યુરોપમાં સૌપ્રથમ દેશ વ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી તેવા ઈટલી કોરોના સંકટ વચ્ચે પણ લોકડાઉનમાં ઢીલ આપવાનો સૌથી મોટો નિર્ણય કર્યો છે.

3 જૂનથી યુરોપના પર્યટકો માટે ઈટલી બીજી વાર ખુલી જશે, એટલું જ નહીં, પણ 14 દિવસના કવોરન્ટાઈનમાં પણ રહેવાની જરૂર નહીં પડે. ઈટલીના વડાપ્રધાન ગ્યુસેપકોંતેએ જણાવ્યું છે કે દેશમાં જિમ અને સિનેમા પણ 25 મેથી ખોલવામાં આવશે.

(6:06 pm IST)