Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

સુપરમાર્કેટ, પેટ્રોલ પમ્પથી કોરોનાનો ચેપ વધુ ફેલાય

લંડન,તા.૧૮:કોરોનાના કારણે વિશ્વના તમામ દેશોમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. અને તેના કારણે હાલમાં કોઇપણ દેશમાં ક્રિકેટ, ફૂટબોલ અને અન્ય રમતો પણ બંધ રાખવામાં આવી છે. ત્યારે ન્યુકેસલના મેનેજર સ્ટીવ બ્રુસનું કહેવું છું કે ખેલાડીઓની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાઇ રહ્યા છે, પરંતુ તેના માટે થઇને ફૂટબોલની રમતને અટકાવવી યોગ્ય નથી. કોરોના વાઇરસનું સૌથી વધારે જોખમ પેટ્રોલ પમ્પ અને સુપરમાર્કેટથી છે. બ્રુસે જણાવ્યું કે મેચની શરૂઆત પહેલા જો ટીમને પૂરતો સમય નહીં આપવામાં આવે તો ટીમ બરાબર પ્રદર્શન કરી શકશે નહિ. જો કે, યુકે સરકારે ૧લી જૂન સુધીનો સમય આપ્યો છે. પરંતુ બ્રુસે કહ્યું કે છેલ્લી મેચ ૭મી માર્ચના રોજ રમાઇ હતી ત્યારે જૂન સુધીમાં ખેલાડીઓ રમવા માટે તૈયાર નહિ હોય. બધા ખેલાડીઓએ આઠ અઠવાડિયાનો બ્રેક લીધો છે જો તેમની કારકિર્દીનો સૌથી લાંબો બ્રેક છે. આ તમામ ખેલાડીઓને ફરી મેદાનમાં આવવા માટે પૂરતો સમય જોઇશે. અને તે ઓછામાં ઓછા છ અઠવાડિયા જેટલો હોવો જોઇએ. (૨૨.૬)

(11:48 am IST)