Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

કોરોના વાયરસના આ માહોલમાં શું તમે પણ આખો દિવસ તેના પર જ વિચારો છો ?

. હાલના સમયમાં કોરોના એક વૈશ્વિક મહામારી છે જેના પગલે કરાયેલા લોકડાઉનમાં લોકો આખો દિવસ કોરોના અંગેના સમાચારો તેમજ ચર્ચાઓ કરતા જોવા મળે છે, ત્યારે લોકોને કોરોનાના વિચારો વારે-વારે આવે તો શું કરવું ?

. જી.જી. હોસ્પિટલના માનસિક વિભાગએ જણાવ્યું હતું કે આ સમયમાં ટેલિવિઝન અને અખબારોમાં પણ કોરોનાની ચર્ચા થતી હોય છે, જેમાં આજે કેટલા લોકોને ચેપ લાગ્યો કેટલાક લોકોનું મૃત્યુ થયું વગેરે મુદાઓનો સમાવેશ થાય છે, આવા સંજોગોમાં વ્યકિતને કોરોનાના રોગના વિચાર આવે એ સ્વાભાવિક છે. ડો.નોરવએ કોરોનાના વિચારો વારંવાર આવે તો શું કરવું તે અંગે માર્ગદર્શન આપતા કહ્યું હતું કે સૌથી પ્રથમ તો કોરોના વિશેની બિનજરૂરી ચર્ચાઓ લોકોને કરવી નહિ તેમજ ટેલિવિઝનમાં પણ દિવસમાં એક કે બે વખત અધિકૃત માધ્યમના સમાચારો જોવા અને બીજા મનોરંજન પ્રોગ્રામો નિહાળવાથી લોકોને ઘણો જ ફાયદો થશે. તેઓએ વાતચીતમાં ઉમેર્યુ કે... વારંવાર વિચારો આવે તો હળવું મ્યુઝિક સાંભળી શકાય તેમજ નકારાત્મક વિચારોને બદલે સકારાત્મક વિચારોનો પ્રયત્ન કરવો સાથોસાથ એક ટાઈમ ટેબલ બનાવો જેમાં આખો દિવસ કઈ-કઈ પ્રવૃત્તિ કરવાની હોય તેની નોંધ કરવી જેમાં પ્રાણાયમ કસરત ઘરના નાના-મોટા કામો મિત્રો તથા સ્વજનો જોડે ફોન પર વાતો કરવી વગેરેનો સમાવેશ કરી લેવો તેમજ સારા પુસ્તકોનું વાંચન કરવું પણ ખુબ જ ઉપયોગી છે.

(11:47 am IST)