Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

અફઘાનિસ્તાનમાં બોંબ વિસ્ફોટમાં ચાર લોકોના મોત: 14ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં શનિવારના રોજ થયેલ બોંબ વિસ્ફોટમાં ચાર લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 14લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે અધિકારીઓ દ્વારા વધુમાં  મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક જિલ્લા પ્રમુખને પણ ઇજા પહોંચી છે. સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ હજુ સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

(6:25 pm IST)
  • વાવાઝોડામાં ૩૦ મકાનના છાપરા ઉડયા : મોડાસાના ભીલકુવા ગામે વાવાઝોડાથી ૩૦ ઘરોના પતરા ઉડી ગયા access_time 3:28 pm IST

  • તામિલનાડુમાં નદી કિનારે હજારો આધારકાર્ડ મળ્યા :તંજાવુર જિલ્લામાં વહીવટી તંત્રની બેદરકારી ખુલી :મુલલીયારું નદી કિનારે અંદાજે બે હજાર મળ્યા :એવું કહેવાય છે કે આ આધારકાર્ડ સંબધિત લોકોને પૉસ્ટલકર્મીએ પહોંચાડ્યા નથી :નદી કિનારેથી શણના કોથળામાંથી આધારકાર્ડ મળ્યા access_time 1:12 am IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેદારનાથ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સોમનાથ દાદાના દર્શને :યાત્રાને ચૂંટણી આયોગની મંજૂરી :પીએમ મોદી આજે કેદારનાથ રહેશે જયારે ભાજપના પ્રમુખ સોમનાથ દાદાને શીશ ઝુકાવશે : વડાપ્રધાન મોદી કાલે બદ્રીનાથના દર્શને જશે access_time 12:56 am IST