Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

કાઉ કિસ ચેલેન્જના રવાડે ન ચડો એવો અનુરોધ ઓસ્ટ્રિયન સરકારે કરવો પડયો

લંડન તા ૧૮  :  સોશ્યલ મીડીયા પર જાતજાતના અને અળવીતરા પડકાર અપાય છે અને ભેજવા વિનાના લોકો એની પાછળ લાગી પણ પડે છે. ત્રણ દિવસ પહેલાં સ્વિટ્ઝરલેન્ડની એક કંપની દ્વારા કેસ્ટલ નામની એપ દ્વારા કુહકુચચેલેન્જ લોન્ચ કરવામાં આવી છે. આ એપ જર્મની ભાષામાં હોવાથી સ્વિટ્રઝરલેન્ડ ઉપરાંત યુરોપના જર્મનીભાષી દેશોમાં પણ પ્રચલિત છે. એમાં ગુઝર્સને કુહુકુચચેલેન્જ આપવામાં આવી છે. કુહ એટઇે ગાય, કુચ એટલે કિસ, આ ચેલેન્જ ઉપાડનારાઓ ગાગને મોઢા પર કિસ કરે છે અને તેની તસ્વીરમાં શેર કરે છે. આવુ કરવા પાછળ કંપનીનો ઇરાદો ગાય માટે ચેરિટી ભંડોળ એકત્ર કરવાનો છે. હજી તો આ ચેલેન્જને માંડ ગણતરીના દિવસો થયા છે, પણ જે રીતે લોકો ગાયને લિપ ટુ લિપ કિસકરવા માટે પ્રોત્સાહીત થઇ રહ્યા છે, એ જોતાં ઓસ્ટ્રિયાના એગ્રિકલ્ચર મિનીસ્ટર એલિઝાબેથ કોએસ્ટિન્ગરે આ પડકારને ડેન્જરસ ગણાવ્યો છે. સ્વિટ્રઝરલેન્ડ અને ઓસ્ટ્રિયામાં ગાયો દુધ અને દુધની પ્રોડકટ્સ માટે બહુ મહત્વની ગણાય છે. છતાં ગાયના મોઢા સાથે માણસો આટલી નજદીકી કેળવે એ સ્વાસ્થયની દષ્ટિએ સેફ નથી મનાતું

(11:30 am IST)