Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

આ ફેશન-શોમાં રેમ્પ-વોક કર્યુ દિવ્યાંગ મોડલોએ

કોલંબિયાના કાલી શહેરમાં ખાસ શારીરિક અક્ષમતા ધરાવતા, અલ્બીનો, હોમલેસ અને સામાજિક રીતે પ્રતાડિત લોકો દ્વારા યોજાયેલ ફેશન-શોમાં વિવિધ કોસ્ચ્યુમની રજૂઆત કરવામાં આવી હતી. સૈન્યમાં કામ કરીને પગ ગુમાવી ચૂકેલા સૈનિકે પણ ડિઝાઇનર કપડાં પહેરીને રેમ્પ-વોક કર્યુ હતું અને ચાલી ન શકતી કન્યાએ વ્હીલચેરમાં બેસીને રેમ્પ પર સ્માઇલ સાથે રાઉન્ડ મારીને લોકોનાં દિલ જીતી લીધા હતાં.

(11:30 am IST)