Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

આ બહેન ઘોડીની જેમ ચાર પગે દોડતાં અને કૂદતાં હોય છે

લંડન તા. ૧૮ :.. નોર્વેના આયલા કિર્સ્ટિન નામનાં બહેનનો ચાર પગે દોડતો એક વિડીયો ટિવટર પર અપલોડ થતાં સોશ્યલ મીડિયામાં જબરો વાઇરલ થયો છે. આ વિડીયોમાં બહેન ચાર પગે દોડે છે, ઊછળે અને કૂદે છે. તેમણે ઘોડાની જેમ ચાલવામાં જબરી હથોટી કેળવી છે. ગાર્ડનમાં ડોગીની જોડે દોડતાં હોય ત્યારે પણ આયલાબહેન ચાર પગે જ સફર કરે છે. હર્ડલ રેસમાં ભાગ લેતાં હોર્સની જેમ તેઓ ગાર્ડનમાં નાના-મોટા અવરોધ પણ ઘોડાની જેમ જ ચાર પગે કૂદીને પાર પાડે છે. આયલા કિર્સ્ટિનના ઇન્સ્ટાગ્રામ -અકાઉન્ટ પર બહેનની બીજી કોઇ અંગત વિગતો નથી મળતી, પણ તેઓ ચાર પગે ઘોડાની જેમ ઊછળકૂદ કરતાં હોય એવી અઢળક વિડીયો- કિલપ્સ મળી આવે છે.

(11:27 am IST)