Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

અમેરિકા: બંદૂક સાથે યુવતીએ કોલેજ કેમ્પસમાં કરાવ્યું ફોટોશૂટ

નવી દિલ્હી: અમેરિકામાં લાંબા સમયથી હથિયારો પર પાબંધી રાખવાની માંગ કરવામાં આવી રહી છે આ બધાની વચ્ચે અમેરિકામાં એક કોલેજની વિદ્યાર્થિનીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ફોટો શેયર કરી છે જેમાં તે ખતરનાક બંધુક સાથે જોવા મળી રહી છે અને સાથે તેના હાથમાં એક બોર્ડ પર છે જેમાં લખેલ છે કે આઓ અને તેને લઈને દેખાડો આ યુવતીની ફોટો હાલમાં ખુબજ વાયરલ થઇ રહી છે કોલેજ કેમ્પસમાં બંધુક લઈને ફરનાર આ યુવતીનું નામ કૈટલિન મારીએ છે.યુનિવર્સીટી કેમ્પસમાં હથિયાર લઇ જવા પર પાબંધી હોવા છતાં આ યુવતીએ આ પ્રકારની હરકત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

(6:36 pm IST)