Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

સિગરેટની આદતથી છુટકારો મેળવવો છે?

આજકાલ સિગરેટ પીવી એ એક ફેશન બની ગઈ છે. વડિલો સિવાય આજકાલના છોકરાઓ, છોકરીઓ અને નાના-નાના બાળકો પણ સિગરેટ પીવા લાગ્યા છે. સિગરેટ પીવીએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે. સિગરેટ પીવાથી તમારે કેટલીય જીવલેણ બીમારીનો સામનો કરવો પડી શકે છે. એક રિસર્ચમાં પણ આ વાત સાબીત થઈ ચૂકી છે, ભારતીય લોકો ધૂમ્રપાન કરવામાં સૌથી આગળ છે. શું તમને પણ સિગરેટનું વ્યસન છે? તમે પણ સિગરેટનું વ્યસન મૂકવા માંગો છો?

 જ્યારે પણ તમને સિગરેટ પીવાની ઈચ્છા થાય તો અજમાના પાન લો અને તેને ચાવો. કેટલાક દિવસ સતત આવુ કરવાથી તમારી સિગરેટ પીવાની આદત છૂટી જશે.

 સિગરેટ છોડાવવામાં તજ ખૂબ જ ઉપયોગી છે. સિગરેટની આદત છોડાવા માટે તમે તજના એક ટુકડાને થોડીવાર ચુસો. એવુ કરવાથી તમને સિગરેટ છોડવામાં મદદ મળશે.

 દરરોજ સવારે અને સાંજે લગભગ ૨-૩ તુલસીના પાન ચાવવાથી તમે સિગરેટની આદતથી અમુક દિવસોમાં જ છુટકારો મેળવી શકો છો.

(10:00 am IST)