Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

આ છે શરીરમાં પાણીની ખામીના સંકેત

પાણીને જીવન કહેવામાં આવે છે. પાણી શરીરના ઝેરીલા પદાર્થોનો નાશ કરે છે. પરંતુ, શરીરમાં પાણી ઓછુ થઈ જતા ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

. તમને વગર કોઈ બીમારી અથવા કારણે માથુ દુઃખે છે, તો તે શરીરમાં પાણીની કમીનો સંકેત છે. કારણ કે ત્યારે શરીરમાં  ઓકિસજન અને રકત પ્રવાહમાં કમી આવી જાય છે અને માથામાં દુઃખાવો થવા લાગે છે.

. પાણીની કમીથી તમારી યાદશકિત ઉપર પણ અસર પડે છે. સાથે જ વિચારશકિત અને સમજણ શકિત ઉપર પણ તેની અસર પડે છે.

. જો તમે વગર કારણે થાક મહેસૂસ કરો છો તો શરીરમાં પાણીની ખામી હોય શકે છે.

(10:00 am IST)