Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ખાસ કાળજી રાખો શરીરના આ ખાસ અંગોની

જીભ આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. મોટા ભાગના લોકો પોતાના શરીરની સફાઈ તો કરી લે છે પરંતુ, જીભની સફાઈને નજર અંદાજ કરે છે. જો જીભની નિયમિત સફાઈ ન કરવામાં આવે તો જીભ ઉપર કેટલાય પ્રકારના બેકટેરીયા જામી જાય છે અને થોડા સમયમાં તે બેકટેરીયા આખા મોઢામાં ફેલાઇ જાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તો જાણી લો જીભને કેવી રીતે સાફ કરવી?

ગ્રીન ટી

જીભને સાફ રાખવા માટે ગ્રીન ટીનું સેવન કરો. ગ્રીન ટીમાં રહેલ પોષકતત્વ મોંના બેકટેરીયાને દૂર કરવામાં મદદ કરે છે. તેથી નિયમિતરૂપે ગ્રીન ટીનું સેવન કરો.

મીઠાવાળુ પાણી

જીભ સાફ કરવા માટે મીઠાવાળા પાણીથી ઉત્તમ કંઈ નથી. જીભ સાફ કરવા માટે મીઠાના પાણીથી કોગળા કરો. મીઠાનું પાણી દાંતમાં ફંસાયેલ ખોરાકને પણ બહાર કાઢવામાં મદદ કરે છે.

પાણી

પાણી પીવાની સાથે તેનાથી કોગળા કરવાથી મોં સાફ રહે છે. તે જીભને સાફ કરવામાં મદદ કરે છે અને મોઢુ પણ સાફ રહે છે.

ટૂથબ્રશના પાછલા ભાગનો ઉપયોગ

જો તમારી પાસે જીભ સાફ કરવા માટે સ્કૈપર ન હોય તો ટૂથબ્રશના પાછલા ભાગનો ઉપયોગ કરી શકો છો.

(9:59 am IST)