Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

પશ્ચિમ બંગાળ સીપીએમ સાંસદ મોહમદ સલીમના કાફલા પર ફાયરીંગ

રીપોર્ટસ પ્રમાણે  પશ્ચિમ બંગાળના રાયગંજથી હાલના સાંસદ અને સીપીએમ ઉમેદવાર મોહમદ સલીમના કાફલા પર ઇસ્લામપુર વિસ્તારમાં ફાયરીંગ થયું અને એમની કાર પર ઇંટો ફેંકવામા આવી. સલીમનો આરોપ છે કે ટીએમસીના ગુંડાઓએ હથીયારો સાથે એમના પર હુમલો કર્યો. જો કે સલીમ સુરક્ષિત છે અને એને કોઇ ઇજા નથી થઇ.

(11:17 pm IST)
  • રાજ બબ્બરે કર્યુ મતદાનઃ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ફતેહપુર સિકરીથી ઉમેદવાર રાજ બબ્બરે રાધા બલ્લભ ઈન્ટર કોલેજ ખાતે મતદાન કર્યુ હતું. આજે બીજા તબકકાનું મતદાન યોજાયું છે. access_time 11:56 am IST

  • ભાજપ દ્વારા બુરખામાં બોગસ વોટિંગ કરાવાય છે : ઉત્તરપ્રદેશનાં અમરોહા સીટથી બીએસપીનાં ઉમેદવાર દાનિશ અલ્વીએ બીજેપી પર બોગસ વોટિંગ કરવાનો આરોપ લગાવ્યો :તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ' બીજેપી બુરખામાં બોગસ વોટિંગ કરાવી રહી છે.' access_time 11:46 am IST

  • ૨૦૧૯ની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની પ્રથમ સભા સાણંદમાં : કોંગ્રેસની સભામાં બાપુ હાજર રહેવાથી રાજકારણમાં અનેક તર્ક - વિર્તકો : રાજયમાં કોંગ્રેસ અને એનસીપીનું નથી થયું ગઠબંધન : અમિતભાઈ શાહ સામે શંકરસિંહ કરશે પ્રચાર access_time 3:29 pm IST