Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ભેંસે મગરને હરાવ્યા બાદ જંગલના રાજા સિંહને પણ ધોબીપછાડ આપીઃ સાઉથ આફ્રિકાના ક્રુઝર નેશનલ પાર્કનો વીડિયો વાયરલ

નવી દિલ્હી: આજ સુધી તમે મગરમચ્છ  અને સિંહની લડાઈના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોયા હશે પરંતુ એક એવી ભેંસનો વીડિયો કદાચ જ જોયો હોય જેણે પહેલા તો પાણીમાં મગરમચ્છને હરાવ્યો અને પછી જંગલના રાજા સિંહને પણ ધોબીપછાડ આપી.

સાઉથ આફ્રિકાના ક્રુઝર નેશનલ પાર્કનો એક આવો જ વીડિયો હાલ વાઈરલ થયો છે. નેશનલ પાર્કમાં એક ભેંસ, સિંહ અને મગરમચ્છ વચ્ચે જબરદસ્ત લડાઈ થઈ. ત્રણેય જાનવરો વચ્ચે જીવન મોતની લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અનેક સિંહ ભેંસને જોઈને તેનો શિકાર કરવા માટે ઉછળી પડ્યાં. પરંતુ ભેંસ ચાલાકી બતાવતા પાણીમાં ઉતરી ગઈ.

પરંતુ ભેંસ સિંહથી બચવા માટે જેવી પાણીમાં ઉતરી કે  ત્યાં મગરમચ્છ ઘાત લગાવીને જ બેઠો હતો. જેવી ભેંસ પાણીમાં કૂદી કે મગરમચ્છ તેના પર હુમલો કરે છે. ભેંસ પણ સમજી ગઈ કે નદીમાં રહેવું મુશ્કેલ બનશે. પાણીમાં મગરમચ્છને જડબાતોડ જવાબ આપ્યાં બાદ ભેંસ પાણીમાંથી  બહાર આવી ગઈ. પાણીમાંથી બહાર આવતા જ તે નદી કિનારે ઊભી રહી.  ત્યારબાદ તેણે સિંહનો કેવી રીતે સામનો કર્યો તે માટે જુઓ વીડિયો....

 

(5:32 pm IST)