Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

બાળકોમાં વારંવાર મલેરિયા થવાને કારણે બ્લડ-કેન્સરનું જોખમ વધે

ન્યુયોર્ક તા ૧૮ : મલેરિયાને કારણે મૃત્યુનું પ્રમાણ હજી કન્ટ્રોલમાં નથી આવ્યું ત્યાં મલેસ્રયા થવાને કારણે બીજી એક જોખમી બીમારી થવાની સંભાવના વધી છે.આ અભ્યાસ આફ્રિકાના મલેરિયા-પ્રોન વિસ્તારમાં થયો છે. અમેરિકાના સંશોધકો નું કહેવું છે કે મલેરિયાના વાઇરસને દુર કરવા માટે શરીર એન્ટિબોડીઝ પેદા કરે છે. જોકે એ એન્ટિબોડીઝ દ્વારા પેદા થતાં એન્ઝાઇમ્સને કારણે શરીરના મુળભુત કોષો ડેમેજ થઇ શકે છે. અભ્યાસકર્તાઓએ નોંધ્યું છે કે બે કરતા વધુ વાર મલેરિયા જે બાળકોને થયો હોય તેમને મુળભૂત કોષો ડેમેજ થવાને કારણે લોહીનું કુન્સર થવાની શકયતાઓ વધે છે. અમેરિકાનની રોકફેલર યુનિવર્સિટીના સંશોધકોએ આફ્રિકામાં જયા મલેરિયાનો વાવર તીવ્ર છે એ વિસ્તારને લિમ્ફોમાં બેલ્ટ કહ્યો છે. લિમ્ફોમાં એક પ્રકારનું લોહીનું કેન્સર છે. આ વિસ્તારમાં બાળકોને લોહીનું કેન્સર થવાની શકયતાઓ ખસગણી વધારે હોય છેે મલેરિયાના વાઇરસ લોહીમાના લાલ કણો અને લિવરના કોષોને ચેપ લગાડીને અલેરિયા પેદા કરે છે. જોકે આ વાઇરસને મારવા  માટે વાઇટ બ્લડ સેલ્સમાં બી-લિમ્ફોસાઇટસ પેદાથાય છે. આ પ્રક્રિયા દરમ્યાન શરીરના મૂળભૂત કોષો ડેમેજ થાય છે અને શ્વેતકણો પેદા થવાની નોર્મલ સાઇકલમાં ગરબડ થતાં બેફામ માત્રામાં લોહીના અમુક નિશ્ચત કણોજ મલ્ટિપ્લાય થતા બહે છે. (૩.૧૦)

(4:02 pm IST)