Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મિડલ-એજના છો ? તો સ્મોકિંગ જલ્દી છોડી દેજો

ન્યુયોર્ક તા. ૧૯: ન. લોકોએ કદી સ્મોક   નથી કર્યુ  એની સરખામણીએ સ્મોકિંગને લાઇફ સ્ટાઇલ બનાવી લેનારાઓનું સ્વાસ્થય જોખમમાં મુકાય છે એવુ તો આપણે જાણીએ જ છીએ. જોકે, અમેરિકાના નિષ્ણાંતોનું કહેવુ છે કે મિડલ-એજમાં સ્મોકિંગને કારણે હાર્ટ-ફેેલ્યર થવાનીં સંભાવના ખુબ વધુ હોય છે. હાર્ટ-ફેલ્યર એ ક્રોનિક કન્ડિશન છે જેમાં ધીમે-ધીમે કરતા હ્રદયની લોહી પમ્પ કરવાની ક્ષમતા ઘટતી જાય છે.હ્રદયના સ્નાયુઆો નબળા પડવાને કારણે સર્જાતી આ સમસ્યામાં સ્મોકિંગ બહુજ મહત્વનો ભાગ ભજવે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિસિસિપી મેડીકલ સેન્ટરના કાર્ડિયોલીજિસ્ટસનું કહેવું છે કે અત્યાર સુધી સ્મોકિંગ કરવાથી એથરોસ્કલેરોસિસ એટલે કે  રકતવાહિનીઓ સાંકડી અને કડક થવાની સમસ્યા થાય છે એ વિષ્ય પર જ રિસર્ચ કેન્દ્રિત હતું, એ વખતે સ્મોકિંગની અન્ય આડઅસરો પર પુરતુ ધ્યાન નહોતું અપાયું. સંશોધકોએ નોંધ્યું હતું કે  મિડલ-એજમાં સ્મોકિંગ કરતા લોકોને હાર્ટ-ફેલ્યરને કારણે ઇમર્જન્સીમાં હોસ્પિટલ ભેગા થવું પડે એવી સંભાવના ત્રણગણી વધુ હોય છે. સ્મોકિંગ કરનારા મિડલ-એજેડ લોકોના હ્રદય પમ્પ કરીને શરીરમાં પહોચાડતી ડાબી બાજુેની ચેમ્બરના સ્નાયુઓ નબળા પડે છે. આફ્રિકન-અમેરિકન મૂળના એવરેજ ૫૪ વર્ષની વય ધરાવતા ૪૧૨૯ પાર્ટીસિપન્ટસનો ડેટા તપાસીને તારવ્યું હતુ કે જે લોકો એક દિવસમાં એકે પેકેટ સિગારેટ ફૂંકી જાય છે તેમને હાર્ટ-ફેલ્યર થવાના ચાન્સ બમણા થઇ જાય છે.

(2:42 pm IST)