Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ર૦ વર્ષ પછી સર્જનોએ માણસના પેટમાંથી લાઇટર કાઢયું

ચીનના ચેન્ગડુ શહેરની એક હોસ્પિટલના ડોકટરોએ દરદીના પેટમાંથી લાઇટર કાઢવા માટે બે સર્જરી કરી. મેટલ અને પ્લાસ્ટિકમાંથી બનેલું આ લાઇટર દરદી ર૦ વર્ષ પહેલાં ગળી ગયો હતો. દરદીએ પોતે જ ડોકટરને કહેલું કે ર૦ વર્ષ પહેલાં હું એકિસડન્ટ્લી લાઇટર ગળી ગયો હતો. એ વખતે તેને કોઇ તકલીફ નહોતી થઇ એટલે તે ન તો ડોકટર પાસે ગયો કે ન તેણે કોઇ પગલાં લીધાં. જોકે હમણાં તેને પેટમાં દુખાવો થવા માંડયો હતો એટલું જ નહીં, તેના મળમાં પણ લોહી પડવા લાગ્યું એટલે કે ડોકટર પાસે ગયો. ડોકટરોએ કેમેરા વડે ગાઇડેડ સાધન પેટમાં નાખીને લાઇટર કાઢવાની કોશિશ કરી હતી, પણ લાઇટર ચોંટી ગયું હોવાથી પહેલી વારમાં સફળતા નહોતી મળી. બીજી વાર સર્જરી કરતાં આખું લાઇટ અકબંધ બહાર નીકળી આવ્યું હતું. (૭.૩૩)

(2:41 pm IST)