Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

સ્પેનના આ ફિટનેસ ઇન્સ્ટ્રકટર લોકોની છત પર ચડીને કરે છે બાલ્કનીમાં વર્ક આઉટ

નવી દિલ્હી: કોરોના વાઇરસના ચેપને કારણે લોકોનો કામ કરવાનો માહોલ, કાર્યપઘ્ધતિ અને રીતરસમમાં ફેર પડયો છે. ઇટલીની માફક સ્પેનમાં પણ કોરોના કંટ્રોલ માટે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થયો છે જેમાં કવોરન્ટીન કે આઇસોલેશનમાં રહેવાનો આદેશ પાળવા ફિટનેસ-ઇન્સ્ટ્રકટર હાઉસીંગ કોમ્પ્લેકસની વચ્ચેના ઘરના છાપરે ઉભા રહીને આસપાસના લોકોને કસરતનું માર્ગદર્શન આપતા જોવા મળે છે.

                 ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં કેપ્શન લખવામાં આવી છે. પરિસ્થિતિ ગમે એવી પ્રતિકૂળ હોય, અમે તમારામાં જેકાંઇ શ્રેષ્ઠ હોય બહાર લાવીશુ આવો એક વિડીયો ટવીટર પર પણ પોસ્ટ કરવામાં આવ્યો છેઇન્સ્ટાગ્રામના વિડીયોને 4000 લાઇકસ અને ટવીટરના વિડીયોને 50,000 લાઇકસ મળી છે.

(6:28 pm IST)