Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ચીનના હુવેઇ પ્રાંતમાં રિસર્ચોએ કર્યો નવો ખુલાસો:આ બ્લડગ્રૂપનાં લોકોને વધુ કરે છે કોરોનાની અસર

નવી દિલ્હી: ચીનના હુવેઇ પ્રાંત જિનઇંતાન હોસ્પિટલના રિસર્ચર્સે નવો ખુલાસો કર્યો છે કે Coronavirus કયા બ્લડ ગ્રુપના વ્યક્તિઓને વધુ પ્રભાવિત કરે છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે બ્લડ ગ્રુપ (Blood Group A) Coronavirusથી જલ્દી પ્રભાવિત થાય છે. પરંતુ બ્લડ ગ્રુપ (Blood Group O)ને પ્રભાવિત થવામાં થોડો વધુ સમય લાગે છે.


                ચીનના વૈજ્ઞાનિકોએ અભ્યાસ વુહાનમાં કર્યોવુહાન ચીનના હુવેઇ પ્રાંતની રાજધાની છે. અહીંથી દુનિયાભરમાં Coronavirusનું સંક્રમણ ફેલાયુ છે. ખબર બ્રિટીશ અખબાર ડેલી મેલે પ્રકાશિત કરી છે. વુહાનમાં વૈજ્ઞાનિકોએ Coronavirusથી પ્રભાવિત 2173 લોકો પર અભ્યાસ કર્યો. તેમાંથી 206 લોકોના મોત Coronavirusના કારણે થયા છે. લોકો હુવેઇ પ્રાંતની ત્રણ હોસ્પિટલોમાં દાખલ હતાં.

(6:27 pm IST)