Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ઓસ્ટ્રેલિયાનું આ યુગલ કોરોનાને લીધે ઘરમાં કેદ થયું, છતાં આનંદમાં કોઇ બાંધછોડ નહીં

કોરોના વાઇરસના ખોફને લીધે જબરદસ્તી ઘરમાં પુરાઇ રહેવાના દિવસો આવ્યા છે. જોકે આમાં પણ કેટલાક ખુશમિજાજ લોકો આનંદ શોધી જ લે છે. ઓસ્ટ્રેલિયાના એક યુગલની કોરોનાને કારણે ક્રૂઝની ટ્રિપ રદ થઇ હોવા છતાં તેમણે ક્રૂઝનો આનંદ માણતો વિડિયો વિવિધ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેને લોકોએ ખૂબ વખાણ્યો છે.

ઓસ્ટ્રેલિયાનાં જેન ટ્રિલે ડેવિડ અને નોર્મા ટ્રિલનો વિડિયો ટ્વિટર અને ફેસબુક પર શેર કર્યો છે, જેમાં યુગલ તેમના ઘરમાં સોફા પર બેસીને ડ્રિન્કનો આનંદ માણી રહ્યું છે અને સામે ટીવીમાં બ્લુ કલરના દરિયાનું દૃશ્ય દર્શાવતી કોઇક ફિલ્મ ચાલી રહી છે. તેમણે ક્રૂઝનો આનંદ માણતાં હોય એવા જ અંદાજ અને કપડાંમાં વિડિયો લીધો છે.

સોશ્યલ મીડિયા પર તેમનો આ વિડિયો ઘણો વખાણાયો છે. લોકોએ તેમની ભરપેટ પ્રશંસા કરી છે.

(3:56 pm IST)