Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર રહેશે નહિ

કિડની સંબંધી ધાતક બિમારીની સારવાર થઇ શકશે

વોશિંગ્ટન તા.૧૮: વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ થેરાપ્યૂટિક કોશિકાઓની મદદથી કિડનીની ક્ષતિગ્રસ્ત કોશિકાઓની સારસંભાળ કરી શકાશે. તેનાથી કિડની સંબંધી ઘાતક બિમારીઓનો સરળતાથી સારવાર કરી શકાશે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડશે નહિ.

અમેરિકા મેડિસિનના શોધકર્તા જેમ્સ જેયોએ જણાવ્યું છે કે, અમને તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રકારના સ્ટેમ સેલ કિડનને બીજીવાર ક્રિયાશીલ બનાવવા માટે તેની મરમ્મત કરશે.

તેઓએ જણાવ્યું કે આ સ્ટેમ સેલમાં પ્રારૂપ બદલવાના ગુણ છે તે સોજાને ઓછા કરે છે અને નવી કોશિકાઓને વિકાસ કરવામાં મદદ કરે છે.

(3:36 pm IST)