Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

તમારાં મળ, મૂત્રને લાળનું સેમ્પલ તપાસીને શરીરની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ્ડ વાનગીઓ પીરસશે ટોકયોની આ રેસ્ટોરાં

ટોકીયો તા. ૧૮ : રેસ્ટોરાં હવે માત્ર ટેસ્ટ જ નહ, હેલ્ધી ફુડ પીરસવાની હોડમાં પણ લાગી છે ત્યારે ટોકયોની એક રેસ્ટોરાં સાવ જ હટકે કન્સેપ્ટ સાથે ખુલવા જઇ રહી છે. આ રેસ્ટોરાં તમારા શરીરને શાની જરૂર છ એ સમજીને એ મુજબની ટેલરમેડ વાનગીઓ બનાવીને પીરસશે. તમને થશે કે દરેક વ્યકિતની જરૂરિયાત કેવી રીતે સમજવાની? તો એ માટેરેસ્ટોરાંવાળા પહેલેથી તમારાં મળ, મૂત્રત્ર અને લાળનાં સેમ્પલ મગાવશે. સુશી સિન્ગ્યુલરિટી નામની આ રેસ્ટોરાંમાં જો તમારે જમવું હોય તો રેસ્ટોરાં તમારે ત્યાં એક હેલ્થ-ટેસ્ટ કિટ મોકલશે. એમાં જરૂરી સેમ્પલ્સ ભરીને તમારે રેસ્ટોરાંવાળાને રિટર્ન કરવાની તેમની ખાસ લેબોરેટરીમાં જે-તે સેમ્પલ્સનું વિશ્લેષણ કરીને તમારા શરીરમાંં શું ખુટે છે એ તપાસવામાં આવશે. દરેક ગ્રાહકના ન્યુટ્રશનલ સ્ટેટસ મુજબ તમને ખાસ હેલ્થ આઇડી આપવામાં આવશે. આ આઇડેન્ટિટી કાર્ડ મુજબ રેસ્ટોરાંમાં પર્સનલાઇઝ્ડ સુશી રેસિપી તૈયાર થશે. તમારા શરીરમાં ખુટતા પોષક તત્વો અનુસાર શાકભાજી, મલાસા અને અન્ય ઇન્ગ્રેેડિયન્ટ્સ એમાં વપરાશે. આ રેસ્ટોરાંની બીજ ખાસિયત એ છે કે અહી ૩૦ ડી પ્રિન્ટર દ્વારા વાનગી તૈયાર થાય છે. એ પછી એમાં જે-તે વ્યકિતમાં ખુટતાં મિનરલ્સ અને વિટામીન્સ ઇન્જેકશન દ્વારા વાનગીમાં ઉમેરવામાં આવે છે.એમ કરીને તમારા શરીરને જોઇતું પોષણ મળે એવો આહાર તમે લો. આ રેસ્ટોરાંનો નાનકડો પ્રયોગ તાજેતરમાં ટોકયોમાં થયો હતો. જો કે પુરજોશમાં આ રેસ્ટોરાં ર૦ર૦ સુધીમાં લોન્સ થશે.

(11:35 am IST)