Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

શું તમે કમરના દુખાવાથી પરેશાન છો ? તો અપનાવો આ સરળ ઉપાયો

આજે મોટાભાગના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તમે ઘરે કામ કરો, ઉભા રહિને કામ કરો કે પછી ઓફિઝ ખુરશી પર બેસીને કામ કરો તો પણ આ દુઃખાવો તો આવી જ જાય છે. કમરના દુખાવાને કારણે માંસપેશીઓમાં તનાવ ઉત્પન્ન થાય છે અને આ દુખાવો વધવા લાગે છે. નીચેના ઉપાયોથી આ દુખાવામાં તમને ઘણો ફેર પડશે.

 અજમાના દાણાને તવીમાં શેકીને, થોડા ઠંડા દાણા થાય એટલે ધીરે-ધીરે ચાવતા ગળ જવું. વારંવાર ૭ દિવસ સુધી આનું સેવન કરવાથી ૮માં દિવસે તમને ફરક જણાશે.

 જે જગ્યએ દુઃખાવો થતો હોય ત્યાં ૫ મિનિટ સુધી ગરમ શેક આપવો અને ૨ મિનિટ ઠંડો શેક આપવો.

 તવીમાં ૨ થી ૩ ચમચી મીઠું નાખી બરાબર શેકી લેવું. હવે એક  કપડામાં મીઠું નાખી બાંધી દેવું. હવે કમરે આ પોટલીથી ગરમ શેક કરવો.

 વધારે સમય સુધી એકની એક જ જગ્યાએ ન બેસી રહેવું. ૪૦ મિનિટ બાદ ખુરશીમાંથી ઉભા થઈને બહાર એક આટો મારી લેવો.

 

(9:52 am IST)
  • છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવાને ટીકીટ નહિં આપવા મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રભારીને કાર્યકરો અને આગેવાનોએ કરી રજૂઆત access_time 5:50 pm IST

  • યુપીમાં કોંગ્રેસને સમર્થન આપવા ભીમ આર્મીનો ઇન્કાર :ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર સાથે પ્રિયંકા ગાંધીએ મુલાકાત કરતા ચર્ચા હતી કે ભીમ આર્મી કોંગ્રેસને સપોર્ટ કરશે :ભીમ આર્મીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાતનસિંહે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં યુપીમાં કોંગ્રેસને સમર્થન કરવા કોઈ કારણ નથી :તેઓએ એમ પણ કહ્યું કે કોંગ્રેસે દલિતો માટે કઈ કર્યું નથી access_time 12:54 am IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસે મળેલી બેઠકમાં વડોદરા,પંચમહાલ અને ભરૂચની પેનલ ફાઇનલ:ભરૂચમાં વર્તમાન સાંસદ ની સાથે ભરતસિંહ અને ઘનશ્યામ પટેલનું નામ ઉમેરાયું:.વડોદરા માં સબદશરણ અને ભાર્ગવ ભટ્ટના નામ ઉમેરાયા..રંજન ભટ્ટ ઉપરાંત અન્ય એક બ્રાહ્મણ મહિલાનું નામ મુકાયું. access_time 10:09 pm IST