Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

અમેરિકાના ટેક્સાસમાં ઠંડીનો પ્રકોપ અચાનક વધી જતા પરિસ્થિતિ ખુબજ ગંભીર બની:1 કરોડથી પણ વધુ લોકો વીજળી વિહોણા થયા

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ અને મેક્સિકોમાં ખતરનાક બર્ફીલા તોફાનના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. સતત થઈ રહેલી હિમવર્ષાના કારણે અત્યારસુધીમાં 21 લોકોના મોત થયા છે. ટેક્સાસમાં 44 લાખ લોકો વીજળીની સુવિધા વગર ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. ટેક્સાસની 100થી વધારે કાઉન્ટીમાં વીજળી અને પાણીના પુરવઠાને વિકટ પ્રભાવ પડ્યો છે. લોકોને ઉકાળેલું પાણી પીવા માટે સલાહ આપવામાં આવી રહી છે અને 200થી વધારે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. હાલ તે વિસ્તારના વેક્સિનેશન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે અને વૃદ્ધોને બચાવવા માટે નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે. તે સિવાય ટેક્સાસ અને હ્યુસ્ટનમાં વિમાની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

અમેરિકાની 1 કરોડ કરતા પણ વધારે વસ્તી બરફમાં ઠુંઠવાઈ રહી છે. ટેક્સાસમાં સતત બર્ફીલા તોફાનોના કારણે વીજળીનું ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સ્ટેટ પાવર ગ્રિડમાં સતત ખરાબી આવી રહી છે અને ગેસ, તેલની પાઈપલાઈનો પણ જામી ગઈ છે. વેક્સિનના 8,000 કરતા પણ વધારે ડોઝ વીજળીનો પુરવઠો ન મળવાના કારણે બગડી ગયા છે.

(5:07 pm IST)