Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રશિયામાં રખડુ કૂતરાઓની ચામડી અચાનક બ્લુ થઈ ગઈ!

મોસ્કો : પ્રસિદ્ધ અહેવાલો મુજબ રશિયામાં કેટલાક શેરીના રખડુ કૂતરાઓની ચામડી અચાનક સંપૂર્ણપણે બ્લુ થઈ જતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોશ્યલ મીડિયામાં આ તસ્વીરો ભારે વાયરલ થઈ રહી છે. આ બધા કૂતરા રશિયાના ઝેરઝીન્સ્ક શહેરમાં જોવા મળ્યા છે. એવું મનાય છે કે કોઈ કેમીકલ રીએકશનના કારણે ચામડીના કલરમાં પરિવર્તન આવ્યુ છે. સંયુકત સોવિયેત સંઘના શાસનમાં અહિં કેમીકલ પ્લાન્ટ હતા. જે ૬ વર્ષ પૂર્વે બંધ થયા છે. જેમાં હાઈડ્રોસાઈનીક એસીડ, પ્લેકસી ગ્લાસ વગેરે બનાવાતુ હતું. તેમાંથી નિકળતા કેમીકલ વેસ્ટને કારણે આ રંગ પરિવર્તન થયાનું મનાય છે. તપાસ ચાલુ છે. કેમીકલ પ્લાન્ટના માલિક આંદ્રે આ ઘટના પાછળ કોપર સલ્ફેટ નામના કેમીકલનો જવાબદાર હોવાનું માને છે.

(3:12 pm IST)