Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ફ્રાંસમાં ટમેટામાં ઘાતક ઝેર લાગી જતા આખી ખેતી બર્બાદ થવાની આશંકા

નવી દિલ્હી:ફ્રાંસના સુદૂર પશ્ચિમી વિસ્તાર ફિનિસ્ટરમાં ટમેટાના છોડમાં ઘાતક ઝેર પ્રસરાઈ જતા આખી ખેતી નષ્ટ થઇ હોવાની આશંકા જણાઈ રહી છે ફ્રાંસના કૃષિ મંત્રાલયદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સંક્રમણની કોઈ સારવાર નથી એટલા માટે ખેતીને પૃથક કરી દેવામાં આવ્યું છે.ટામેટાથી ભરેલ ગ્રીન હાઉસ પણ નષ્ટ કરી દેવામાં આવશે.

                ટમેટાના આ છોડમાં ઝેર ફેલાઈ જવાના કારણોસર ખેડૂતોને ભારે પ્રમાણમાં નુકશાન પહોંચી શકે છે.આ ટમેટા ખાવા લાયક નથી રહ્યા આ ઝેર માનવો પર કોઈ દુષ્પ્રભાવ નથી પાડતા પરંતુ આ પ્રકારની ઘટના આ પહેલા જુલાઈમાં બ્રિટેનમાં પણ સામે આવી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:18 pm IST)