Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મૃતદેહને અગ્નિદાહ આપતા વાતાવરણમાં ઉત્સર્જિત થતા કાર્બનને અટકાવવા અમેરિકામાં ઇકો ફ્રેન્ડલી અંતિમ સંસ્કારની પહેલ કરવામાં આવી

નવી દિલ્હી: મૃતદેહને અગ્નિદાહ આપતા વાતાવરણમાં કાર્બન ઉત્સર્જિત થતા અટકાવવા માટે અમેરિકામાં ઈકો-ફ્રેન્ડલી અંતિમ સંસ્કાર કરવાની પહેલ શરુ કરી છે. આ અલગ પ્રકારના અંતિમ સંસ્કારમાં પાર્થિવ દેહને લાકડાંનાં ટુકડાં અને વનસ્પતિના પાંદડાંના અવશેષોમાં બંધ કરવામાં આવે છે, ત્યારબાદ બોક્સને રોટેટ કરવામાં આવે છે.આ બોક્સમાં શરીરનું તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, તે દરમિયાન તેમાં જીવાતો ઉત્પન્ન થાય છે અને શરીર માત્ર 30 દિવસમાં નાશ પામે છે. 30 દિવસ બાદ અંતમાં ખાતર રૂપે માત્ર અમુક હાડકાં અને માટી જ વધે છે.

                           આ પ્રયોગના ટ્રાયલમાં હાડકાંના અવશેષ પ્રાપ્ત થાય છે, પણ વ્યવસાયિક રીતે આ પહેલ શરૂ થયા બાદ હાડકાં પણ નાશ પામશે હાલ માટે 6 મહિના સુધી મૂર્ત શરીર ઓર ટ્રાયલ કરવામાં આવશે. ઓફિશિયલ રીતે આ પહેલ ફેબ્રુઆરી, 2021થી અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાં શરૂ થશે. આ પ્રકારની સેવા દુનિયાની પ્રથમ સેવા હશે. પાર્થિવ શરીરને ઈકો-ફ્રેન્ડલી રીતે નાશ કરવાની પ્રક્ટિયા ડેવલલોપ કરનારી કંપની રિકમ્પોઝનું કંપનીનું કહેવું છે કે, આ પ્રકારથી અંતિમક્રિયા કરવાથી પર્યાવરણને નુકસાન નહીં થાય.

 

(6:15 pm IST)