Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

અફઘાન સેના તૂટી પડી : ૨૦ તાલીબાનોનો ખાત્મો

પાકિસ્તાન - અમેરીકા સાથે તાલીબાનોની મંત્રણા ચિંતાજનક

અફઘાનિસ્તાનના સરી પુલ પ્રાંતમાં સેનાએ તાલિબાનના સ્થળો પર હુમલો કરીને ૨૦ આતંકવાદીઓનો ખાતમો કર્યો છે. આતંકવાદીઓની ચુંગાલમાંથી કેટલાંક ગામોને મુકત કરાવી લેવામાં આવ્યાં છે. આ અથડામણમાં અફઘાન સેનાનો એક જવાન માર્યો ગયેલ, જયારે એક અન્ય ઘાયલ થયો છે. સેનાએ ૧૨ ફેબ્રુઆરીએ આંતકવાદીની સામે અભિયાન શરૂ કર્યું હતું.

અફઘાનિસ્તાને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન અને અમેરિકાની સાથે તાલિબાની પ્રતિનિધિઓની સાથે વાટાદ્યાટ અંગે ચિંતા વ્યકત કરી છે. અફદ્યાનિસ્તાનનું કહેવું છે કે સંયુકત રાષ્ટ્ર દ્વારા તાલિબાન આતંકી જૂથના સભ્યોની સાથે ઇસ્લામાબાદે પહેલાં કાબુલ સાથે ચર્ચા કરવી જોઈએ. અફઘાનિસ્તાને તાલિબાન-પાકિસ્તાન વાતચીતને પોતાના અધિકારની સાથે રમત ગણાવી છે.

(3:51 pm IST)