Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

જૂની ગાડીમાંથી માઇક્રો-ટ્રેલર બનાવી દીધું આ ભાઇએ

ઇગ્લેન્ડના કોવેન્ટ્રી શહેરમાં રહેતા માર્ક નામના પિતાએ પોતાની દીકરી કેલી એ મિલી સાથે ફરી શકાય એ માટે જૂની ગાડીનું ટ્રેલર બનાવી દીધું હતું. ૨.૫ મીટર લાંબી વિન્ટેજ કારને બહારથી જ નહીં, અંદરથી પણ બદલીને એને કોમ્પેકટ હોલિડે હોમ જેવુ઼ બનાવી દીધુ હતું. બ્રિટિશ ચેનલના અમેઝિંગ સ્પેસિસ નામના કાર્યક્રમમાં તેણે આ કામ કઇ રીતે કર્યુ એનું વિગતવાર વર્ણન કર્યુ છે. માર્કે ચાર મહિનાની મહેનત અને લગભગ ૧.૮૩ લાખ રૂપિયાના ખર્ચે જૂની કારને માઇક્રો-ટ્રેલરમાં તબદીલ કરી નાંખી છે. એમાં કોમ્પેકટ કિચન પણ છે. બે-ચાર દિવસ માટે કયાંક જવું હોય તો એમાં બધી સામગ્રી સમાઇ જાય અને જંગલ, પહાડ, બીચ કે નદી કિનારાની સૂમસામ જગ્યાએ જઇને કેમ્પિંગ કરવું હોય તો જાતે રાંધીને ખાઇ શકાય એવી તમામ સગવડો અને મિની ફ્રિજ સુધ્ધાં એ કિચન કેબિનેટમાં છે. આગળના ભાગમાં તેની દિકરીઓ સૂઇ શકે એવી ગોઠવણ પણ છે.

(3:47 pm IST)