Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ચીનની ગુફામાં ચામાચીડિયાનો આતંક:બેદરકાર વૈજ્ઞાનિકોને ભર્યા બચકા

નવી દિલ્હી: ચામાચીડીયામાંથી માણસમાં કોરોના ફેલાયો હોવાની વૈજ્ઞાનિકોની કબૂલાતનો આ વીડિયો બે વર્ષ પહેલાંનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોનું એક જૂથ સાર્સ વાઈરસના મૂળની તપાસ માટે કોરોના વાઈરસથી સંક્રમિત ચામાચીડિયાઓનું ઘર કહેવાતી એક ગુફામાં ગયું હતું, જ્યાં સેમ્પલ લેતી વખતે ચામાચીડીયાઓએ વૈજ્ઞાનિકોને બચકાં ભર્યા હતા. વીડિયોમાં વૈજ્ઞાનિકોને તેની કબૂલાત કરતાં પણ દર્શાવાયા છે.

તાઈવાન ન્યૂઝના અહેવાલ મુજબ ૨૯મી ડિસેમ્બર ૨૦૦૭ના રોજ ચીનની એક સરકારી ટીવી ચેનલે આ વીડિયો જાહેર કર્યો હતો, જેમાં ચીનની બેટ વુહમન કહેવાતી શી ઝેંગલી અને વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાાનિકોની તેમની ટીમ સાર્સ વાઈરસના મૂળની તપાસ માટે રહસ્યમય ગણાતી ગૂફાઓમાં ગઈ હતી. ગુફામાંના ચામાચીડીયા ખતરનાક અને ચેપી સાબિત થઈ શકે છે તે જાણવા છતાં વૈજ્ઞાનિકોની આ ટીમને વીડિયોમાં સલામતીના માપદંડોની ઘોર ઊપેક્ષા કરતાં જોઈ શકાય છે. કેટલાક વૈજ્ઞાનિકોએ તો ટીશર્ટ પહેરી હતી અને કેટલાકે બેદરકારીપૂર્વક ચામાચીડિયાઓને હાથથી પકડયા હતા. પરિણામે ચામાચીડિયાઓએ કેટલાક વૈજ્ઞાનિકોને બચકાં ભર્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે વૈજ્ઞાનિકો પીપીઈ કીટ પહેર્યા વિના કામ કરી રહ્યા છે. વીડિયોમાં એક રિસર્ચર કહે છે કે ચામાચીડિયાના તિક્ષ્‍ણ દાંત તેના ગ્લોવ્સની અંદર સુધી જતા રહ્યા હતા અને કોઈએ જાણે સોય ભોંકી હોય તેવો તેને અનુભવ થયો હતો. અન્ય એક વ્યક્તિના હાથ ચામાચીડિયાના બચકું ભરવાથી સુજી ગયેલા જોવા મળે છે. કેટલાક સંશોધકોએ ખૂલ્લા હાથે ચામાચીડિયાઓને પકડયા હતા. આ વીડિયો સૌથી પહેલાં ચાઈના સાયન્સ એક્સપ્લોરેશન સેન્ટરે પોસ્ટ કર્યો હતો, પરંતુ પાછળથી ચીને તેને સેન્સર કરી દીધો હતો. આ વીડિયો સામે આવ્યા પછી ફરી એક વખત વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાંથી કોરોના વાઈરસ ફેલાયો હોવાની અટકળોને બળ મળ્યું છે.

(6:09 pm IST)