Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

તાલિબાનમાં આતંકીઓ અનેક મહિલાઓનું શોષણ કરી બનાવે છે હવસનો શિકાર

નવી દિલ્હી: આતંકી સંગઠન તાલિબાનમાં મહિલાઓનું શોષણ ચરમસિમાએ છે, આતંકીઓ અનેક મહિલાઓ સાથે લગ્ન કરી પોતાની હવસનો શિકાર બનાવે છે. જોકે હાલ સંગઠન પાસે ફંડની અછત હોવાથી આતંકીઓના લગ્ન પાછળ થતો ખર્ચ અટકાવવા એક કરતા વધુ લગ્ન પર પ્રતિબંધ મુકવા મજબૂર થયું છે.જોકે આ નિર્ણય અમિર આતંકીઓ અને સંગઠનના આકાઓને લાગુ નહીં થાય માત્ર ગરીબ આતંકીઓ પર જ આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી સ્પષ્ટ થાય છે કે આતંકી સંગઠનો માટે મ હિલાઓ પર અત્યાચાર રોકવો એ નહીં પણ પોતાના પૈસાનો ખર્ચ અટકાવી તેનો હુમલામાં ઉપયોગ કરવો તે વધુ મહત્વનું છે.

અફઘાનિસ્તાન તાલિબાનના વડા મુલ્લા હૈબતુલ્લા અખંુદજાદાએ એક આદેશ જારી કરીને તાલિબાની આતંકી કમાન્ડરોને કહ્યું છે કે એકથી વધુ પત્નીઓ તમે નહીં રાખી શકો અને માત્ર એક જ લગ્ન પાછળ ખર્ચ કરી શકશો. બીજા કોઇ લગ્ન પાછળ ખર્ચ કરવા દેવામાં આવશે નહીં. આતંકી સંગઠનો પાસે પૈસાની અછત હોવાથી આ નિર્ણય લેવાયો છે.તાલિબાની આતંકીઓ અને આકાઓ દ્વારા સંગઠન પાસેથી લગ્ન માટે પૈસા આપવાની માગણી વધવા લાગી હતી, જેને કારણે જ આ રોક લગાવાઇ છે. જોકે જેવું ફંડ મળવા લાગશે તે બાદ એક કરતા વધુ મહિલાઓ સાથે લગ્ન કરવાની છૂટ પણ આપવામાં આવશે.

(6:09 pm IST)
  • આગામી ૨૦ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી સુધી સ્પાઈસ જેટની રાજકોટ - દિલ્હી ફલાઈટ કેન્સલ : ૨૫મીએ આવશે તથા ૨૬ જાન્યુઆરીએ પણ રદ્દ કરાઈ દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંદર્ભે એર ગ્લોઝર જાહેર કરાયુ હોય સ્પાઈસ જેટની રાજકોટ - દિલ્હી વચ્ચેની દરરોજ આવતી ફલાઈટ આગામી તા.૨૦ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી સુધી રદ્દ કરાઈ છે : ટોચના એર ખાતાના સૂત્રોના ઉમેરાયા મુજબ આ ફલાઇટ ૨૫મીએ આવશે : પરંતુ ૨૬ જાન્યુઆરીએ પણ રદ્દ રહેશે : રાજકોટ એર ઈન્ડિયા દ્વારા પોતાની દિલ્હીની ફલાઈટ અંગે હજુ કોઈ જાહેરાત કરાઈ નથી access_time 1:27 pm IST

  • બજેટમાં વધુ કેટલીક બેંકોના મર્જરની જાહેરાત થવા સંભાવના નવી દિલ્હીઃ નાણામંત્રી સીતારામને ૨૦૨૧ના વર્ષનું બજેટ લગભગ તૈયાર કરી લીધુ છે જેમાં તેઓ બેંકોના મર્જરનો વધુ એક રાઉન્ડ લાવે તેવી શકયતા છે. તેઓ બજેટમાં નોન બેન્કીંગ ફાય. કંપનીઓ અને કો-ઓ. બેન્કો માટે પણ કેટલીક જાહેરાતો કરે તેવી શકયતા છેઃ બજેટમાં બેંકોમાં રિફોર્મના પગલા પણ હશે access_time 1:29 pm IST

  • બાંગ્લાદેશને વેક્સિનના ૨૦ લાખ ડોઝ ભારત આપશે : ૨૦ જાન્યુઆરીએ ભારત કોવિશિલ્ડ કોરોના વેકસીનના ૨૦ લાખ ડોઝ બાંગ્લાદેશને ભેટ સ્વરૂપે આપશે તેવી જાહેરાત થઇ છે access_time 12:26 am IST