Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સાઉદી અરેબિયામાં અમલમાં આવી શકે છે નવો કાયદો:મહિલાઓનું ન્યાયાધીશ બનવાનું સ્વપ્ન ટૂંક સમયમાં સાકાર થશે

નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોમાં ચાલી રહેલા સામાજિક સુધારાઓ હેઠળ હવે સાઉદી અરેબિયા સરકાર મહિલાઓને ન્યાયતંત્રમાં ભાગ લેવા માટે મોટા પગલાં લઈ રહી છે. એક અધિકારીએ કહ્યું છે કે, સરકાર મહિલા ન્યાયાધીશોને અદાલતમાં તૈનાત કરવાનું વિચારી રહી છે અને અપેક્ષા છે કે આ મામલે ટૂંક સમયમાં પગલા લેવામાં આવશે.

સાઉદી અરેબિયામાં મહિલાઓને ન્યાયાધીશ બનવાની તક મળશેઅલ-અરેબિયા નેટ અનુસાર, સાઉદી માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયમાં મહિલા સશક્તિકરણના અન્ડર સચિવ, હિન્દ અલ-ઝહિદએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે સાઉદી મહિલાઓને સશક્ત બનાવવાના સરકારી અભિયાન અંતર્ગત ન્યાય મંત્રાલયમાં ન્યાયાધીશોની જગ્યાઓ પર મહિલાઓની નિમણૂંક ટૂંક સમયમાં કરવામાં આવશે. તેમણે કહ્યું, "આજે સામાન્ય ન્યાયિક કારકીર્દિના લોકોએ જજ બનતા પહેલા ઘણા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. હું ફક્ત એટલું જ કહી શકું કે સાઉદી મહિલાના જજ બનવાનો વિચાર બહુ જલ્દી સાકાર થવાનો છે. અનેક તબક્કાઓ પર પહેલ કરવામાં આવી રહી છે.

(6:08 pm IST)