Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ન્યૂઝીલેન્ડના રાઉલ દ્વીપ પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના રાઉલ દ્વીપમાં શનિવારના રોજ મધ્યમ સ્તરના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા  આ વાતની જાણકારી પ્રપાત થઇ રહી છે. ભૂકંપ સ્થાનિક સમયાનુસાર બે વાગ્યાને સાત મિનિટ પર રાઉલ દ્વીપમાં આવ્યો હતો અને રિક્ટર પૈમાના પર તેમની તીવ્રતા 5.3ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર 29.60 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 176.10 ડિગ્રી પશ્ચિમ દેશાંતરમાં જમીનની અંદર દસ કિલોમીટરની ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે હજુ સુધી આ ભૂકંપના જટકાના કારણોસર કોઈ નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

 

(5:48 pm IST)