Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

અમેરિકાના ઉટાહમાં ગોળીબારીની ઘટનામાં ચારના મૃત્યુ

નવી દિલ્હી: અમેરિકાના ઉટાહના ગ્રાંટવીલે રહેવાસી વિસ્તારમાં ગોળીબારીની ઘટના દરમ્યાન ચાર લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે સ્થાનિક પોલીસે આજ રોજ આ ઘટનાની માહિતી આપી છે.

           ગ્રાંટવીલે પોલીસ સી.પી.એલ.રોંડા ફિલ્ડ્સે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ગ્રાંટવીલે રહેણાંક વિસ્તારમાં શુક્રવારના રોજ મધ્યરાત્રીએ ગોળીબારીનીના ઘટનામાં ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે. તેમજ અન્ય એક વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચી હાલમાં કોઈ મુસીબત નથી કારણ કે પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે.

(5:46 pm IST)