Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

પતિ ગાળો આપતો - અપમાનીત કરતોઃ પત્નિએ પાણીમાં ઝેર આપી મારી નાખ્યો

હિંસક સ્વભાવની હતીઃ અગાઉ માથામાં લોખંડનો ક્રોસબો મારેલ

વોશિંગ્ટનઃ દક્ષિણ કેરોલિનાની એક મહિલાને તેના પતિની હત્યા બદલ ૨૫ વર્ષની જેલની સજા થઇ છે. આ મહિલાએ કબૂલ્યું છે કે પીવાના પાણીમાં ઝેરી મનાતા આઇ ડ્રોપ્સ નાખીને તેણે તેના પતિને ઝેર આપ્યું હતું. જે ધીમેધીમે તેના શરીરમાં ફેલાયું હતું અને તેનું મોત થયું હતું. લેના કલેટન (૫૩) તેના પતિ સ્ટીવન કલેટન (૬૪)નું મોત નીપજાવવા બદલ સ્વૈચ્છિક કતલના આરોપમાં દોષિત જાહેર થઇ હતી. તેની સામે ૧૯થી ૨૧ જુલાઇ ૨૦૧૮ વચ્ચે પીવાના પાણીમાં આઇ ડ્રોપ્સ નાખીને તેના પતિને ઝેર આપવાનો આરોપ સાબિત થયો હતો. અગાઉ એવું લાગ્યું હતું કે તેના પતિનું મોત કુદરતી કારણોસર થયું હતું. પરંતુ ઓટોપ્સી ટોકસીકોલોજીમાં તેના શરીરમાં ઝેર જણાયું હતું. આઇ ડ્રોપ્સમાં ટેટ્રાહાઇડ્રોઝોલીન નામનું ઝેરી તત્વ હોય છે. 

આ મહિલા હિંસક પ્રકારની હતી અને પોતાના પતિને મારી નાખવા માગતી હતી તેવી દલીલ સાથે વકીલોએ જણાવ્યું હતું કે ૨૦૧૬માં તેણે તેના પતિના માથામાં ક્રોસબો ફટકારી હતી. પરંતુ એક અકસ્માત તરીકે આ દ્યટના પડતી મુકાઇ હતી અને કોઇ કેસ નોંધાયો નહતો.

પોતાની સજા અંગે બોલતા પત્નિએ કબૂલ્યું હતું કે તેનો પતિ તેને ગાળો આપી હતી. હું સ્ટીફને બીમાર અને અસહેજ બનાવી દેવા માગતો હતો. એટલે જ તેના પીવાના પાણીમાં હું વિસાઇન નાખી દેતી હતી. તેણે આપેલી ગાળને કારણે હું અપસેટ હતી અને હું ઇચ્છતી હતી કે તે મને એકલો છોડી દે. જોકે તે મરી જાય તેમ હું કયારેય વિચારતી નહતી.

જયારે તપાસ અધિકારીઓનું કહેવું છે કે તેણે પૈસા માટે તેના પતિને માર્યા હતા. તેનો ફોન તળાવમાં ફેંકી દીધો હતો. જેથી કરીને તે કોઇને મદદ માટે બોલાવી પણ ન શકે.

(3:43 pm IST)