Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

૨૦૫ કરોડનાં દુર્લભ પેઇન્ટિંગને ગેરકાનૂની ધોરણે વેચતાં સરકારે વેચનારને કર્યો ૪૧૦ કરોડનો દંડ

લંડન,તા.૧૮: સ્પેનની મેડ્રિડ હાઈ કોર્ટ કરોડપતિ બિઝનેસમેનને ૨૦૫ કરોડ રૂપિયાની કિંમતનું એક દુર્લભ પેઇન્ટિંગ ગેરકાયદે રીતે દેશની બહાર લઈ જવાનો  આરોપી જાહેર કરીને તેને ૧૮  મહિનાની જેલની સજા તથા ૪૧૦ કરોડ રૂપિયાનો દંડ  ફટકાર્યો છે. ઓફિસર્સ જણાવ્યા મુજબ સ્મગલ કરવામાં આવી રહેલું પેઇન્ટિંગ પાબ્લો પિકાસોનું હતું, જેને સ્પેનની સરકારે રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી છે. સ્પેનના કાયદા મુજબ ૧૦૦ વર્ષ કરતાં જૂની કોઈ પણ વસ્તુ રાષ્ટ્રીય ધરોહર બની જાય છે અને એને વિદેશમાં વેચતાં પહેલાં સરકારની તેમ જ એ વસ્તુના માલિકની પરવાનગી લેવી પડે છે.

૮૩ વર્ષના જેમી બોટીને આવી કોઈ પરવાનગી મેળવી નહોતી. તેમના પર  ૧૯૭૭માં ખરીદેલું આ પેઇન્ટિંગ લંડનના એક ઓંકશન-હાઉસને વેર્ચીવાનો આરોપ છે. સ્પેનના અધિકારીઓએ પેઇન્ટિંગ વેચવાની વાતની જાણકારી મળતાં જ ફાન્સના કોર્સિકા આઇલેન્ડ પરની બોટીનની યોટ પરથી ૨૦૧૫માં એને કબજામાં લીધું હતું. ત્યારથી બોટીન પર કેસ ચાલી રહ્યો હતો. હાલમાં આ પેઇન્ટિંગને મેડ્રિડના રેના સોફિયા મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે. જોકે બોટીનના વકીલનું કહેવું છે કે તેમણે પેઇન્ટિંગ સ્પેનથી નહીં, સ્વિટ્ઝરલેન્ડથી ખરીદી હોવાથી એ સ્મગલિંગનો કેસ બનતો નથી.

(3:41 pm IST)