Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

દુનિયાના સૌથી ઠીંગણા વ્યકિત ખગેન્દ્ર થાપાનું નિધન

કાઠમંડુ, તા.૧૮: દુનિયાના સૌથી ઠીંગણા વ્યકિતનો રેકોર્ડ બનાવનારા નેપાળના ખગેન્દ્ર થાપા માગરનું શુક્રવારે ૨૭ વર્ષની ઉંમરે નિધન થયું છે. રિપોર્ટ અનુસાર, ખગેન્દ્ર થાપા નાગરના ભાઈ મહેશ થાપા નાગરે જાણકારી આપી હતી કે, ખગેન્દ્રને નિમોનિયા થયો હતો, આતી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નિમોનિયાના કારણે તેના હૃદય પર પણ અસર પડી હતી.

પોખરાની પાસે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા થાપા પોતાના માતા-પિતા સાથે હતા. માત્ર ૬૭.૮ સેન્ટીમીટર લાંબા ખગેન્દ્ર દુનિયાના સૌથી ઠીંગણા વ્યકિત હોવાને કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત હતા.

૨૦૧૦માં થાપા જયારે ૧૮ વર્ષના થયા, ત્યાર તેમને ગિનિસ બુક ઓફ વર્લ્ડે સૌથી નાના વ્યકિત જાહેર કર્યા હતા. ગિનિસ બુક ઓફ વર્લ્ડના જણાવ્યા અનુસાર, થાપાના પિતાએ જણાવ્યું હતું કે, જયારે તેનો જન્મ થયો હતો, ત્યારે તે હાથની હથેળી કરતા પણ નાનો હતો, તેમ છતા મને તેના પિતા હોવા પર ગર્વ છે. તેણે માત્ર પોતાનું જ નહીં પરંતુ આખા દેશનું નામ રોશન કર્યું છે.

જોકે, ૨૦૧૨માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે દુનિયાના સૌથી ઠીંગણા જીવિત વ્યકિતનો ખિતાબ નેપાળના ચાંદ્ર બહાદુર દાંગીને આપ્યો હતો. ૭૨ વર્ષીય દાંગીની લંબાઈ માત્ર ૫૬.૪ સેન્ટીમીટર અને વજન માત્ર ૧૨ કિલોગ્રામ જ હતું.

(3:40 pm IST)