Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

આલેલે... સેકસ ડ્રાઇવ બુસ્ટ કરવા મહિલાઓ પ્રાઇવેટ પાર્ટમાં તંબાકુ રાખે છેઃ ડોકટરોએ આપી ચેતવણી

અનેક દેશોમાં મહિલાઓ યૌન સુખ મેળવવા માટે પોતાની જીંદગી દાવ ઉપર લગાડે છે

લંડન, તા., ૧૮ : નશીલા પદાર્થના સ્વરૂપમાં ઉપયોગમાં લેવાતી તંબાકુનો પ્રયોગ હવે સેકસ ડ્રાઈવને બુસ્ટ કરવા માટે પણ થવા લાગ્યો છે. ડેઈલી સ્ટારના એક રીપોર્ટ અનુસાર મહિલાઓ દ્વારા વેજાઈના (ગુપ્તાંગ)માં તંબાકુ રાખીને સેકસ ડ્રાઈવને બુસ્ટ કરવાની ઘટનાઓ લગાતાર સામે એવી રહી છે. ડોકટર્સનું માનવુ છે કે સેકસના ક્રેઝમાં આવુ કરી રહેલી મહિલાઓ પોતાની જીંદગી સાથે રમત રમી રહી છે.

એક તરફ જ્યાં લોકો આને સેકસ ડ્રાઈવને બુસ્ટ કરવાની ફોર્મ્યુલા બતાવી રહ્યા છે તો બીજી તરફ ડોકટરોએ આને લઈને ચેતવણી જારી કરી છે. ડોકટરોનું કહેવુ છે કે આવુ કરવાથી તમે હંમેશા માટે યૌન સુખથી હાથ ધોઈ બેસશો. સ્મોકીંગ પ્રોડકટ થકી સેકસ ડ્રાઈવને બુસ્ટ કરવી એ મોતને આમંત્રણ આપવા જેવુ છે.

પ્રો. પાસ્કલ ફોમેન કહે છે કે તંબાકુના કારણે અલ્સર જેવી બિમારીઓ આવે છે. જે યોનીને સંકોચી તેને કઠોર બનાવી દયે છે અને તેને હંમેશા માટે બંધ કરી દયે છે. એક અન્ય રીપોર્ટ અનુસાર તંબાકુના કારણે મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં પણ મુશ્કેલી પડશે.

એક અન્ય ડોકટર ડીલોપના કહેવા મુજબ વેજાઇનામા તંબાકુ રાખનાર પીડીતે મહેસુસ કર્યુ છે કે તેના ગુપ્તાંગ નાના થઇ રહયા છે કારણ કે તેની આંતરીક માસપેસીઓ પાછળની તરફ ખીસકવા લાગે છે. તેઓ કહે છે કે આ ભાવના ક્ષણીક અને ભ્રામક છે આવુ કરવાથી કેન્સર જેવી ઘાતક બિમારીઓ પણ આવી શકે છે.

આ પ્રકારના મોટા ભાગના મામલા વેસ્ટ આફ્રિકાના દેશ સેનેગલમાં સામે આવ્યા છે. જયાં મહિલાઓ યૌન સુખ મેળવવા માટે પોતાની જીંદગી સાથે ખેલ ખેલતી હોય છે.

(1:09 pm IST)
  • કડકડતી ઠંડીમાં પાંચ કલાક પહેલા જ જન્મેલી બાળકીને ત્યજીને નિષ્ઠુર માતા ફરાર : સુરતના પનાસ ગામમાં આવેલ SMC ક્વાટર્સમાં એક કિશોરી નાસ્તો લેવા ગઇ ત્યારે બાળકી મળી:એક કચરાપેટીમાં એક બાળક રડવાનો અવાજ આવતા તેણે કચરાપેટીમાં જોતા પતંગની દોરીમાં લપેટાયેલી એક બાળકી મળી: 108ની મદદથી હોસ્પિટલે ખસેડાઇ access_time 1:05 am IST

  • સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દીવ-દમણના પ્રદેશ પ્રમુખ તરીકે દીપેશ ટંડેલની નિયુકતી : સંબિત પાત્રાએ દીપેશ ટંડેલના નામની જાહેરાત કરીઃ બંને સંઘપ્રદેશનું એક પ્રદેશ તરીકે વિલીનીકરણ થતા હવે એક જ પ્રદેશ પ્રમુખ રહેશે access_time 1:05 pm IST

  • સુરત મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસનું માળખું તાત્કાલિક અસરથી વિખેરી નખાયું : પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઇ ચાવડાએ કર્યો આદેશ access_time 9:24 pm IST