Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ઇંગ્લેન્ડ ધુમ્રપાન છોડવા પર કર્મચારીઓને એકસ્ટ્રા ચાર દિવસની રજાઓ મળશે

કંપનીનો મુખ્ય હેતુ કર્મચારીઓની તંદુરસ્તી અને કાર્યક્ષમતા વધારવાનો

લંડન, તા.૧૮: આજના આધુનિક સમયમાં સિગરેટ કોર્પોરેટ લાઇફનો એક મહત્વનો ભાગ બનતી જાય છે. મોટાભાગની મલ્ટી નેશનલ કંપનીઓમાં કામ કરતા લોકો બ્રેક દરમિયાન સિગરેટ પીતા જોવા મળે છે. પરંતુ એક કંપનીએ તેના કર્મચારીઓને સિગરેટ છોડાવવા માટે અનોખો અને અસરકારક રસ્તો શોધી લીધો છે. કંપનીએ પોતાના કર્મચારીઓ વચ્ચે જાહેરાત કરી છે કે જો તેઓ સિગરેટ પીવાનું છોડી દે છે તો, વર્ષમાં તેમને ચાર દિવસ એકસ્ટ્રા રજાઓ મળશે.

મીડિયા રિપોર્ટ મુજબ ઇંગ્લેન્ડની એક કંપની ધ્ઘ્થ્ ટ્રેનિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ સોલ્યુશને તેના કર્મચારીઓને સ્વસ્થ રાખવા માટે રસપ્રદ ઉકેલ શોધી લીધો છે. કંપની ઇચ્છે છે કે તેના કર્મચારીઓ સ્મોકિંગથી થતી બીમારીઓનો શિકાર ન બને. આ સિવાય કંપનીનું માનવું છે કે સ્મોકિંગ ન કરવાને કારણે કર્મચારીઓ બ્રેક ઓછો લેશે, જેથી તેમની કાર્યપ્રણાલીમાં પણ સકારાત્મક સુધારો થશે.

કંપનીના મેનેજિંગ ડિરેકટરનું કહેવું છે કે, ધુમ્રપાન કરતા કર્મચારીઓન પર પેનલ્ટી લગાવીએ એના કરતા સારુ છે કે એ કર્મચારીઓનો ઉત્સાહ વધારીએ જે ધુમ્રપાન નથી કરતા. આ પહેલા જાપાની કંપની પિઆલા આઇએનસીએ તેના કર્મચારીઓને ધુમ્રપાન છોડાવવા માટે આ ઉપાય અજમાવ્યો હતો.

(11:28 am IST)