Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

અમેરિકાના યુવાનો ટ્રમ્પથી નારાજ :70 ટકાને ટ્રમ્પના વધુ પડતા ટ્વીટ -વ્યવહાર નાપસંદ

ગન કંટ્રોલ, ઈમિગ્રેશન પોલીસી અને ૨૦૨૦ના રાષ્ટ્રપતિ જેવા ટોપિકના સંદર્ભમાં સર્વે

અમેરિકામાં એક સર્વે કરાયો હતો જેમાં દેશના મોટા ભાગના યુવાનો રાષ્ટ્રપતિ ટ્રમ્પને પસંદ નથી કરતા. આ સર્વે પ્રમાણે માત્ર ૩૭ ટકા લોકો જ ટ્રમ્પના પક્ષમાં છે.

  અમેરિકાની એક યુનિવર્સીટી દ્વારા કરવામાં આવેલ સર્વેમાં ૧૮ થી ૩૭ વર્ષના ૧૦૦૦ યુવા અમેરિકનોને શામેલ કરવામાં આવ્યા હતા. જેમાં ટ્રમ્પના નિર્ણય જેમ કે ગન કંટ્રોલ, ઈમિગ્રેશન પોલીસી અને ૨૦૨૦ના રાષ્ટ્રપતિ જેવા ટોપિકને સમાવી લેવામાં આવ્યા હતા.

  સર્વે પ્રમાણે આશરે ૭૦ ટકા લોકોને ટ્રમ્પનો ટ્વીટર પરનો વ્યવહાર પસંદ નથી. તે લોકોના કહેવા પ્રમાણે ટ્રમ્પ વધારે પડતા જ ટ્વીટ કરે છે. યુનિવર્સીટીના આસિસ્ટન્ટ પ્રોફેસર જોને કહ્યું કે રિપબ્લિક યુવાનોને ટ્રમ્પ પસંદ છે અને રાષ્ટ્રપતિની રીતે તે લોકોને તેમનું કામ પણ પસંદ છે જેમાંથી ૪૦ ટકા લોકો એવું ઇરછે છે કે ટ્રમ્પ ઓછા ટ્વીટ કરે.

  સર્વેમાં ૨૦૨૦ની પ્રેસીડેન્ટની ચૂંટણીના ઉમેદવારની ક્ષમતા વિષે પણ પૂછવામાં આવ્યું હતું. જેમાં ૫૪ ટકા યુવાનોએ કહ્યું કે તેઓ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારને પસંદ કરશે. જયારે ૨૭ ટકા લોકોને ટ્રમ્પ જ પસંદ છે

(10:52 pm IST)
  • દિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર સવારે ગાઢ ધુમ્મસની ચાદરઃ વિઝીબીલીટી ઝીરો તાપમાનઃ ફલાઈટ મોડીઃ ૧૦II વાગ્યા પછી સ્થિતિમાં સુધારો access_time 3:15 pm IST

  • લોકસભાની ચૂંટણી માર્ચમાં યોજાઈ તેવી શકયતા : નવી દિલ્હીથી પીટીઆઈના સૂત્રો મુજબ આગામી માર્ચ મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છેઃ બીજા સપ્તાહમાં ચૂંટણી થાય તેવી સંભાવના : નોંધનીય છે કે ૨૦૧૪માં પણ માર્ચમાં ચૂંટણી યોજાયેલ access_time 5:58 pm IST

  • છોટા ઉદેપુરમાં કાર-રીક્ષા વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રનું મોત : ગુરૂવારે રાતે બોડેલી પાસે થયો હતો અકસ્માતઃ માતા અને પુત્રનુ ઘટના સ્થળે નિયજયુ હતુ મોત access_time 4:07 pm IST